લંડનઃ લેન્કેશાયરના બ્લેકબર્નમાં વિટ્ટોન પાર્ક ખાતે પરિવાર સાથે ચાલી રહેલી 32 વર્ષીય માદિયા કૌસર પર ઝાડની ડાળી પડતાં મોત થયું હતું. કૌસરે તેની દીકરીને ધક્કો મારી દૂર ધકેલી દેતાં તેનો આબાદ બચાવ થયો હતો. કૌસરના પતિ વસીમ ખાને જણાવ્યું હતું કે, આ કરૂણાંતિકામાં મેં મારી પત્ની અને બાળકોએ તેમની માતા ગુમાવી છે. અમે પાર્કમાં સમય વીતાવ્યા બાદ ઘેર પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.