લેબર 2030થી નવી પેટ્રોલ-ડીઝલ કારના વેચાણ પરનો પ્રતિબંધ લાગુ કરશે

ટોરી પીએમ સુનાકે આ પ્રતિબંધ પાંચ વર્ષ વિલંબિત કરવાની જાહેરાત કરી છે

Tuesday 10th October 2023 13:29 EDT
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સ બાદ લેબર પાર્ટીની કોન્ફરન્સ યોજાઇ ગઇ. તેમાં લેબર પાર્ટીના શેડો બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીની સરકાર બનશે તો તે 2030થી નવી પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પરના પ્રતિબંધને લાગુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન રિશી સુનાકે આ પ્રતિબંધ અમલી બનાવવાની મુદત પાંચ વર્ષ લંબાવી દીધી છે.

રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીનો અભિગમ બ્રિટનમાં આંતરરાષ્ટ્રીય રોકાણને નજરઅંદાજ કરે છે. ટોરી સરકારની વારંવાર બદલાતી નીતિના કારણે બ્રિટિશ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી આ મહત્વના સમયગાળામાં સ્થગિત થઇ ગઇ છે. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી જાતે ઇચ્છે છે કે 2030થી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત નવા વાહનોના વેચાણ પર પ્રતિબંધ લાગુ થાય. યુકેના મોટાભાગના વાહન ઉત્પાદકો આ મામલે ઘણા સ્પષ્ટ છે.

અમે કામ કરી શક્તા દરેક પાસે કામ કરાવીશુઃ લિઝ કેન્ડાલ

શેડો પેન્શન એમ્ડ વર્ક સેક્રેટરી લિઝ કેન્ડાલે લેબર કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જો અમારી પાર્ટી સત્તા પર આવશે તો અમે કામ કરી શકતા દરેક વ્યક્તિ પાસે કામ કરાવીશું. તેમણે જણાવ્યું હતું કે, અમે બેરોજગારીની સમસ્યાનો અંત લાવીશું. અત્યારે 10 લાખ જેટલી નોકરીઓ ખાલી છે અને 53 લાખ લોકો વર્ક બેનિફિટ લઇ રહ્યાં છે. અમે બેનિફિટ્સમાં વધારો કરવાને બદલે ઇચ્છીએ છીએ કે વધુને વધુ લોકો કામ કરતાં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter