લેબર પાર્ટી આગામી ચૂંટણી આર્થિક મુદ્દાઓ પર લડશેઃ લેબર શેડો ચાન્સેલર

કરદાતાના નાણાનો ખર્ચ આપણા પોતાના નાણાની જેમ કરવો જોઇએઃ રાચેલ રિવ્ઝ

Tuesday 10th October 2023 13:28 EDT
 

લંડનઃ લેબર કોન્ફરન્સ ખાતે શેડો ચાન્સેલર રાચેલ રિવ્ઝે જણાવ્યું હતું કે, પાર્ટી આગામી ચૂંટણી અર્થતંત્રના મુદ્દા પર લડશે. રિવ્ઝે આર્થિક સુરક્ષાનો યુગ લાવતી નીતિઓની પણ જાહેરાત કરી હતી. તેમણે બિનજરૂરી ખર્ચ ઘટાડીને વિકાસને વેગ આપવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જવાબદારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. તેમણે બેટરી ફેક્ટરી અને ફાઇવજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજનાઓ પણ જાહેર કરી હતી.

રિવ્ઝે લેબર કોન્ફરન્સને જણાવ્યું હતું કે સુરક્ષા વિના કોઇ આશા હોતી નથી. જો તમે રાત્રે ગાઢ નિદ્રા લઇ શક્તા નથી તો તમે મોટા સ્વપ્ન પણ જોઇ શક્તાં નથી. લેબર પાર્ટી ફ્રોડ, બિનજરૂરી ખર્ચ અને બિનઅસરકારકતા સામે યુદ્ધ છેડશે. લેબર પાર્ટી જનતાની સેવા કરવા અને દેશનું નેતૃત્વ કરવા તૈયાર છે.

રિવ્ઝે જણાવ્યું હતું કે કરદાતાઓના નાણા એવી રીતે ખર્ચ કરવા જોઇએ જેવી રીતે આપણે આપણા પોતાના નાણાનો ખર્ચ કરીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter