લેબર પાર્ટી પણ લીગલ માઇગ્રેશનમાં કરાયેલા સુધારાની તરફેણમાં

Tuesday 12th December 2023 12:31 EST
 

લંડનઃ લેબર પાર્ટી પણ ઇમિગ્રેશન સુધારાની જોરદાર તરફેણ કરી રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુકેમાં આવી રહેલા વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવા માટે લીગલ માઇગ્રેશનમાં થઇ રહેલા સુધારાને સત્તા પર આવ્યા પછી પણ લેબર પાર્ટી યથાવત રાખશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારા વર્કફોર્સના મામલામાં રહેલી ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં નથી અને તેના કારણે નિયમો બદલાય તે પહેલાં વિદેશી કામદારોના આશ્રિતોમાં ટૂંકાગાળાનો વધારો જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter