લંડનઃ ઇંગ્લેન્ડની કાઉન્સિલની ચૂંટણીઓમાં લેબર પાર્ટીને મોટું નુકસાન થયું છે. કેન્દ્રમાં સત્તાધારી એવી લેબર પાર્ટી આ વખતે ફક્ત 28 કાઉન્સિલમાં જ પ્રભુત્વ હાંસલ કરી ચૂકી છે જ્યારે 34 કાઉન્સિલ પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે. સૌથી મોટો લાભ રિફોર્મ યુકે પાર્ટીને થયો છે. રિફોર્મ યુકેએ 14 કાઉન્સિલ પર નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ 9 કાઉન્સિલ જાળવી રાખી પરંતુ 8 કાઉન્સિલ ગુમાવી દીધી છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ 4 વધુ કાઉન્સિલ પર કબજો જમાવતાં હવે 15 કાઉન્સિલ પર શાસન કરશે. આ વખતની ચૂંટણીમાં ગ્રીન પાર્ટીએ ખાતુ ખોલાવતા 4 કાઉન્સિલ પર કબજો જમાવ્યો છે જ્યારે 61 કાઉન્સિલમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઇ છે.
કાઉન્સિલ પર નિયંત્રણ
લેબર પાર્ટી
28 કાઉન્સિલ પર કબજો
34 કાઉન્સિલ ગુમાવી
કન્ઝર્વેટિવ પાર્ટી
09 કાઉન્સિલ પર કબજો
8 કાઉન્સિલ ગુમાવી
લિબરલ ડેમોક્રેટ
15 કાઉન્સિલ પર કબજો
04 કાઉન્સિલનો લાભ
રિફોર્મ યુકે
14 કાઉન્સિલ પર કબજો
14 કાઉન્સિલનો લાભ
ગ્રીન પાર્ટી
04 કાઉન્સિલ પર કબજો
04 કાઉન્સિલનો લાભ
ત્રિશંકુ કાઉન્સિલો
61 કાઉન્સિલમાં ત્રિશંકુ સ્થિતિ
21 કાઉન્સિલમાં સ્થિતિ બદલાઇ


