લંડનઃ જેરેમી કોર્બીને લેબર પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી તેના મોટા દાતાઓ દ્વારા પાર્ટીને નાણાંકીય મદદ બંધ કરી દેવાઈ છે. દાતાઓ હવે મુખ્ય હરીફોને નાણાં આપે છે.
ઈલેકશન કમિશનના રેકર્ડ મુજબ એડ મિલિબેન્ડના સમયના ૩૦ અતિ ઉદાર દાતાઓ પૈકી ૨૪ ડોનરોએ ગયા સપ્ટેમ્બરથી પક્ષને એક પેની પણ આપી નથી. જોકે, નેતૃત્વ માટે કોર્બીનની સામે લડનારા અથવા દોડમાં મનાતા ચુકા ઉમુન્ના, ટ્રાઈસ્ટ્રમ હન્ટ, લીઝ કેન્ડલ અને ડેન જાર્વિસને પર્સનલ ડોનેશનની રકમ ૧,૪૨,૦૦૦ પાઉન્ડથી વધી ગઈ છે.

