લેબર સત્તામાં આવ્યા બાદ બ્રિટિશ નાગરિકોનું રેકોર્ડ પલાયન

જુલાઇ-ડિસેમ્બર 2024 વચ્ચે 2,57,000 બ્રિટિશરે દેશ છોડ્યો

Tuesday 25th November 2025 08:27 EST
 

લંડનઃ ચાન્સેલર રીવ્ઝની ટેક્સ યોજનાઓ પર પ્રવર્તતા ભય મધ્યે જુલાઇ 2024માં લેબર સરકાર ચૂંટાઇ આવી ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં રેકોર્ડ 2,57,000 બ્રિટિશ નાગરિક  દેશ છોડીને ચાલ્યા ગયાં છે. આ પહેલાં અંદાજ હતો કે 77,000 નાગરિક દેશ છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ સત્તાવાર આંકડા 3 ગણા વધુ સામે આવ્યા છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના નવા આંકડા પ્રમાણે 2021થી છેલ્લા 4 વર્ષમાં 9,92,000 બ્રિટિશ નાગરિક અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયાં છે. નોન-ડોમ રેસિડેન્ટ્સ પર તવાઇ અને વધી રહેલા કરવેરાના કારણે દેશ છોડી રહેલા બ્રિટિશરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

શેડો બિઝનેસ સેક્રેટરી એન્ડ્રુ ગ્રિફિથે જણાવ્યું હતું કે, રેચલ રીવ્ઝ દ્વારા કરવેરામાં વધારા અને મિસમેનેજમેન્ટના કારણે મોટી સંખ્યામાં બ્રિટિશરો દેશ છોડીને નાસી રહ્યાં છે. બ્રિટિશ ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટું રિવર્સ માઇગ્રેશન જોવા મળી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter