લંડનઃ બ્રિટનના લેબર સાંસદ નવેન્દુ મિશ્રા ભારતના લખનૌ ખાતે 20 એપ્રિલના રોજ પરંપરાગત ભારતીય વિધિ પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાયા હતા. મિશ્રા યુકેની સંસદમાં સ્ટોકપોર્ટનું પ્રતિનિધિત્વ કરે છે. 36 વર્ષીય ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ મૂળ ભોપાલની ગરિમા તિવારી સાથે સનાતન ધર્મની વિધિઓ દ્વારા લગ્નગ્રંથિથી જોડાયા હતા.
સ્ટોકપોર્ટમાં સતત બીજીવાર સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા મિશ્રાનો જન્મ 1989માં ભારતના કાનપુર ખાતે થયો હતો. તેઓ 4 વર્ષની ઉંમરે માતાપિતા સાથે યુકે આવ્યા હતા. મિશ્રાએ જણાવ્યું હતું કે, મને મારી પરંપરાઓનું ગૌરવ છે. સનાતન મૂલ્યો સાથે હું મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું. આ લગ્ન સમારોહ અંસલ ગોલ્ફ સિટી સ્થિત હોટેલમાં યોજાયો હતો.