લંડનઃ જુલાઇ 2024માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં નવા સવા ચૂંટાઇ આવેલા લેબર પાર્ટીના બે સાંસદો લગ્ન ગ્રંથિથી જોડાયાં છે. લોઘબરોના સાંસદ જીવન સંધેર અને નોર્થ ઇસ્ટ ડર્બીશાયરના સાંસદ લૂસી જોન્સે સમર વેકેશનમાં પરંપરાગત શીખ અને ખ્રિસ્તી વિધિઓ દ્વારા પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ડિસેમ્બર 2024માં હાઉસ ઓફ કોમન્સના લીડર લ્યૂસી પોવેલે બંનેની સગાઇ અંગે સંસદમાં જાહેરાત કરી હતી.


