લંડનઃ નવા વર્ષના દિવસે જ લેમબેથના બોન્ડવે ખાતે 41 વર્ષીય ભારતીય કલીમ શેખ સાઉથ લંડન સ્થિત ઘરમાં નિધન મૃત મળી આવ્યો હતો. પોલીસે તે જ વિસ્તારના 48 વર્ષીય ડેનિયલ લેવીની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી. વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
મેટ પોલીસે જણાવ્યું હતું કે, અમને જાણ થતાં અમે શેખના સરનામા પર પહોંચ્યા હતા જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. કલીમ શેખ ભારતીય નાગરિક છે અને તેનો પરિવાર ભારતમાં રહે છે. પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે.


