લેસ્ટર કાઉન્સિલના રેસિઝમનો શિકાર બિન્દુ પરમારને હજુ ન્યાયની ઝંખના

Tuesday 29th July 2025 11:04 EDT
 
 

લંડનઃ 33 વર્ષ જેટલો સમય લેસ્ટર સિટી કાઉન્સિલમાં જોબ કરનારા ગુજરાતી મહિલા બિન્દુ પરમાર પોતાની સાથે થયેલા વંશીય ભેદભાવ બાદ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 2023માં સોશિયલ વર્કર બિન્દુ પરમારની તરફેણમાં ચુકાદો આપતા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ પેનલે બિન્દુ પરમાર સાથે તેમના સિનિયર મેમ્બર્સે વંશીય ભેદભાવ થયો હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ કાઉન્સિલે અપીલ ફાઈલ કરી હતી જેને પણ 2024માં ડિસમિસ કરી દેવાઈ હતી.

આ ચુકાદાની સામે લેસ્ટર સિટી કાઉન્સિલ કોર્ટમાં પણ ગઈ હતી અને તેને પણ તાજેતરમાં જ ફગાવી દેવાતા કોર્ટે ટ્રિબ્યૂનલના ચુકાદાને યથાવત રાખ્યો હતો. મતલબ કે બિન્દુ પરમાર સામે કરેલા વંશીય ભેદભાવના આરોપોનો સામનો કરી રહેલી લેસ્ટર સિટી કાઉન્સિલ સેકન્ડ અપીલમાં પણ હારી ગઈ છે.

બ્રિટિશ સિટીઝનશિપ ધરાવતા બિન્દુ પરમારનો આરોપ હતો કે જાન્યુઆરી 2021માં તેમની સામે ડિસિપ્લિનરી ઈન્વેસ્ટિગેશન થયું હતું જેમાં તેમની સાથે વંશીય ભેદભાવ આચરવામાં આવ્યો હતો.
બિન્દુ પરમાર પર લીડરશિપ સ્ટાન્ડર્ડ્સ મુજબ કામ ના કરવાનો આરોપ હતો પરંતુ 2023માં એમ્પલોયમેન્ટ ટ્રિબ્યૂનલે આપેલા ચુકાદામાં એવું જણાવાયું હતું કે બિન્દુ પરમારે એવી કોઈ ભૂલ નહોતી કરી કે તેમની સામે તપાસ શરૂ કરવી પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter