લંડનઃ લેસ્ટર મેલા ફેસ્ટિવલનું 16 અને 17 ઓગસ્ટના રોજ એબી પાર્ક ખાતે કરાશે. મેળામાં બે દિવસ ભારતીય કલા,સંસ્કૃતિ, સંગીત અને વ્યંજનોનો રસથાળ પીરસાશે. દર વર્ષે યોજાતા મેળામાં હજારો લોકો ભાગ લેતાં હોય છે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ આ મેળો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગયા વર્ષે આ મેળામાં 25 હજાર કરતાં વધુ લોકો સામેલ થયાં હતાં.