લંડનઃ હિન્દુ ફોરમ બ્રિટને ઇન્કવાયરીના રિપોર્ટ પર પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, ઇન્કવાયરીએ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન અથવા તો સ્થાનિક હિન્દુ સંગઠનો અથવા હિન્દુ સમુદાયની સાથે ચર્ચા વિચારણા કરી નથી તેથી અમે તમારો પક્ષપાતી રિપોર્ટ સ્વીકારી શક્તા નથી. અમે યુકેની સરકાર દ્વારા કરાવાયેલી સત્તાવાર ઇન્કવાયરીના રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છીએ.
બ્રિટનમાં 50,000 કરતાં વધુ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ ગ્રુપ (એચસીઓજી)એ જણાવ્યું હતું કે, મોટાભાગના હિન્દુ સંગઠનોએ આ સ્વતંત્ર ઇન્કવાયરીનો બહિષ્કાર કર્યો હતો. આ સ્વતંત્ર ઇન્કવાયરીને જ્યોર્જ સોરોસ તરફથી 6,20,000 પાઉન્ડની ગ્રાન્ટ અપાઇ હતી. જ્યોર્જ સોરોસ ભારત અને હિન્દુ વિરોધી વલણ માટે જાણીતા છે. આ ઇન્કવાયરી રિપોર્ટમાં સાચા ઘટનાક્રમનું પ્રતિબિંબ જોવા મળતું નથી. હિંસામાં હિન્દુઓના ઘરો, મંદિરો અને વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ ઇન્કવાયરીએ આ ઘટનાઓ સામે આંખ આડા કાન કર્યાં છે.

