લેસ્ટર હિંસામાં દોષી ઠરેલા માજિદ ફ્રીમેનનો ચુકાદો કોર્ટે રદ કર્યો

2022ની હિંસામાં માજિદને કોર્ટ દ્વારા 22 સપ્તાહની જેલ ફટકારી હતી

Tuesday 13th January 2026 10:10 EST
 
 

લંડનઃ 2022માં લેસ્ટરમાં થયેલા રમખાણો દરમિયાન અપરાધિક પ્રવૃત્તિ માટે જેલમાં ધકેલી દેવાયેલા મજીદ ફ્રીમેનની સજાનો ચુકાદો રદ કરી દેવાયો છે. 17 સપ્ટેમ્બર 2022ના રોજ લેસ્ટરમાં હિંસા અને ભયનું વાતાવરણ ફેલાવવાનો માજિદ પર આરોપ મૂકાયો હતો. અદાલતે તેને 22 સપ્તાહ જેલની સજા ફટકારી હતી. 

જોકે જેલમાં એક જ સપ્તાહ વીતાવ્યા બાદ માજિદને મુક્ત કરાયો હતો અને અપીલમાં જવાની પરવાનગી અપાઇ હતી. ગયા સપ્તાહમાં લેસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ બ્રાઉને માજિદની સજાનો ચુકાદો જ રદ કરી નાખ્યો હતો.

અદાલતના નિર્ણય બાદ માજિદે જણાવ્યું હતું કે, આજે હું ખરા અર્થમાં છૂટકારાનો અનુભવ કરી રહ્યો છું.  છેલ્લા 3 વર્ષથી આ કેસ મારા અને મારા પરિવાર માટે અત્યંત તણાવ લાવનારો બની રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter