ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા આરોગ્ય શિબીરનું આયોજન

Wednesday 10th February 2016 09:47 EST
 

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા આરોગ્ય શિબીરનું આયોજન તા. ૩૦-૧-૧૬ શનિવારના રોજ બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લેસ્ટર સ્થિત વિિવધ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્ટોલ પરથી આરોગ્ય વિષયક માહિતી મેળવી હતી.

કાર્યક્રમમાં સોનલબેન ભાવસારે ડાયાબિટીશની અસરો, હેલેન બ્રેવીને પાર્કિન્સન, અંજનાબેન વાજાએ LOROS વિષે, મયુરીબેન પટેલે કરોડરજ્જૂના રોગો વિષે, વિનોદભાઇ કોટેચાએ વૃધ્ધત્વ વિષે માહિતી આપી હતી. આ ઉપરાંત સ્કવેર માઇલ DMU, વિક્ટીમ ફર્સ્ટના સાદ મહમૂદ, એક્શન ડેફનેસના ગુરપ્રિત સાન્તીની, અયુર્વેદા ઇન્ફો, બ્રહ્માકુમારીઝના વોલંટીયર્સ, કોમ્યુનિટી વેલનેસ વોલંટીયર્સ નઇમ અને ઉમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાન તેમજ અન્ય અવયવોની મફત તપાસ કરવામાં આવી હતી.

સંપર્ક: હેમેન્દ્ર મિસ્ત્રી 0116 266 8266.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter