ભરૂચ વોહરા પટેલ સમાજ દ્વારા મહાનુભાવોનું સન્માન

Tuesday 09th August 2016 14:57 EDT
 
 

લેસ્ટરઃ ભરૂચ વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈકબાલ પાદરવાલાના અધ્યક્ષપદે લેસ્ટરના હાઈફીલ્ડ ટાઉન હોલમાં દાનવીર હાજી અહમદજી કહાનવાલા અને સમાજમાં ઈંગ્લેન્ડના એમ્બેસેડર તરીકે ખ્યાતિ મેળવનારા ઈબ્રાહીમ નાથલીયાનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આદમભાઈ લાલી (સાઉથ આફ્રિકા), ઐયુબભાઈ મિંયાજી (કેનેડા), પાર્લામેન્ટમાં વહોરા પટેલ સમાજના પ્રતિનિધિ લોર્ડ પટેલ તરીકે જાણીતા આદમભાઈ ફાંસીવાલા, લેસ્ટર વહોરા પટેલ એસોસિયેશનના સાજીદભાઈ, લેસ્ટરમાં મુસ્લિમ મદની સ્કુલના સ્થાપક ઐયુબભાઈ મંગોચી, લેસ્ટરના પૂર્વ કાઉન્સિલર હુસેનભાઈ રહાડપોરવાલા, લંડન કેન્સર રીચર્સ સેન્ટર માટે ૬૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરનારા સઈદભાઈ, હારૂનભાઈ, ઐયુબભાઈ દરબાર, લંડનમાં મુસ્લિમ સમાજ માટે ‘પીસ ઓફ ગાર્ડન’ કબ્રસ્તાનનું નિર્માણ કરાવનાર મેહબુબભાઈ ઉમરાજવાલા, ઈંગ્લેન્ડમાં માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવા ઝઝુમતા ગુજરાત ગીલ્ડના સભ્યો મહેક ટંકારવી, આદમ ટંકારવી, સુફી મનુબરી, પથીક સીટપોણી, સીરાજ પગુથણી, ઈમ્તિયાઝ વરેડીયાવાલા, બોલ્ટન વેલ્ફેર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કુલ ચલાવતા દિલાવરભાઈ દશાંનવાલા, યાકુબભાઈ કોહન કેમીસ્ટવાલા, યાકૂબ બાજીભાઈ ભુતા, માદરેવતનમાં મુન્શી મનુબરવાલા વિદ્યાધામના સ્થાપક દાતા મહમદભાઈ મુન્શી સહિત સમાજના શુભચિંતકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ડયુજબરીના IQ કેટરરના માલિક ઈકબાલ ધોરીવાલા દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. પ્રમુખ ઈકબાલ પાદરવાલાએ તમામ ઉપસ્થિતોનો હૃદયપૂર્વક આભાર માની દેશના તમામ નગરોમાં સમાજના એસોસિયેશનો બનાવવા અને દુનિયામાં નમૂનેદાર સમાજ તરીકે આગળ આવવા અનુરોધ કર્યો હતો. હનીફભાઈ નબીપૂરવાલા અને ઈકબાલ ધોરીવાલાએ સમારંભનું સફળ સંચાલન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter