લેસ્ટરના ત્રાસવાદી મેઝેઈનને દેશનિકાલ કરવાના પ્રયાસો નિષ્ફળ

Wednesday 21st January 2015 06:28 EST
 

મેઝેઈન સજા પામેલા ત્રાસવાદી અને પેરિસ હુમલાખોરોમાંના એકના મેન્ટર જામેલ બેઘાલનો નિકટનો સાથી છે. લેસ્ટરમાં તેઓ એકબીજાની નજીક રહેતા હતા અને અફઘાનિસ્તાનમાં અલ-કાયદાની તાલીમ છાવણીમાં જવા માટે બેઘાલ માટે બનાવટી પાસપોર્ટની વ્યવસ્થા મેઝેઈને કરી આપી હતી.

બ્રિટનમાં જન્મેલા બે સંતાનોના પિતા મેઝેઈન ૨૦૦૯માં જેલમુક્ત થયા પછી તેને હદપાર કરવા હોમ ઓફિસ સતત છ વર્ષથી કાર્યરત છે. જોકે, દેશનિકાલથી તેના પારિવારિક જીવનના માનવ અધિકારનો ભગ થશે અને તેને વતન મોકલાશે તો તેના પર અત્યાચાર થશે તેવા દાવા સાથે મેઝેઈને આ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter