લેસ્ટરના પરિવારના દાદીમાના અસ્થિ કળશ કારમાંથી ચોરાયાં

Tuesday 05th March 2024 11:35 EST
 

લંડનઃ બેડફોર્ડશાયરમાં એમ વન ટોડિંગટન સર્વિસ ખાતેથી ડર્બી સ્થિત સંજિત શર્માની દાદીના અસ્થિકળશ ચોરાઇ ગયાં હતાં. તેમણે આ અસ્થિ કળશ પરત મળે તે માટે મદદની અપીલ કરી છે. સંજિત શર્માએ જણાવ્યું હતું કે, 20મી ફેબ્રુઆરીએ તેમના માતા-પિતા દાદી રેશમ કૌર રાયના અસ્થિ વિસર્જન માટે હિથ્રો એરપોર્ટથી ભારત જવા નીકળ્યા હતા પરંતુ એરપોર્ટ પહોંચતા પહેલાં તેઓ બેડફોર્ડશાયરના એમવન ટોડિંગટન સર્વિસ ખાતે રોકાયાં હતાં. જ્યારે તેઓ કારમાં પરત ફર્યાં ત્યારે તેમનો સામાન ચોરાયેલો માલૂમ પડ્યો હતો. સામાનમાં તેમની દાદીના અસ્થિ કળશ પણ હતાં. બેડફોર્ડશાયર પોલીસે સાક્ષીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. સંજિત શર્માએ જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે અમારા દાદીના અસ્થિકળશ સહીસલામત પરત મળી જાય જેથી અમે તેમનું વિસર્જન કરી શકીએ. પરિવારજનને ગુમાવવાનું દુઃખ મુશ્કેલ છે પરંતુ જ્યારે તમે તેમની અંતિમ વિધિઓ ન કરી શકો ત્યારે વધુ પીડા થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter