લંડનઃ લેસ્ટરમાં એક મહિલા પર બળાત્કાર કરી વીડિયો ઉતારનાર 20 વર્ષીય ગગનદીપ ગુલાટીની સજા 6 વર્ષથી વધારીને 9 વર્ષ કરાઇ છે. સપ્ટેમ્બર 2024માં ગગનદીપે મોડી રાત્રે એકલવાયી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને મિત્રોને મોકલી આપ્યો હતો. માર્ચ 2025માં તેને અદાલત દ્વારા 6 વર્ષ કેદની સજા કરાઇ હતી પરંતુ કેસ કોર્ટ ઓફ અપીલમાં જતાં ત્યાં દલીલ કરાઇ હતી કે ગગનદીપને કરાયેલી સજા ઘણી ઓછી છે. ગગનદીપનો દાવો હતો કે પીડિતાએ તેને બળજબરીથી સંબંધ બાંધવા મજબૂર કર્યો હતો. જોકે તેના દાવાને અદાલતે ફગાવી દીધો હતો. 3 જજની બેન્ચે ગગનદીપની સજા વધારીને 9 વર્ષ કરી હતી.