લેસ્ટરના હિન્દુ અને જૈન મંદિરોના આગેવાનો દ્વારા મેયરને આવેદનપત્ર

Wednesday 02nd November 2022 05:04 EDT
 

લંડન

દીવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં લેસ્ટર હિંસાની તપાસની જાહેરાત નહીં કરવાનું વચન આપ્યું હોવા છતાં મેયર સર પીટર સોલ્સબીએ નવા વર્ષના દિવસે જ રિવ્યૂ પ્રોસેસની જાહેરાત કરાતાં લેસ્ટરના હિન્દુ અને જૈન સમાજમાં ભારે નારાજગી વ્યાપી હતી. લેસ્ટરમાં વસતા હિન્દુ સમાજ દ્વારા પક્ષપાતી રિવ્યૂ પ્રોસેસનો પણ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ તપાસ ક્રિસ એલનને સોંપાતા હિન્દુ સમાજને વધુ એક ફટકો પડ્યો છે કારણ કે ક્રિસ એલને તપાસ શરૂ કરતાં પહેલાં જ મુસ્લિમોને ક્લીનચિટ આપવાનું શરૂ કરી દીધું હતું. સર પીટર સોલ્સબીએ પણ તાજેતરમાં આપેલા હિન્દુ વિરોધી નિવેદનોની માફી હજુ માગી નથી તેથી લેસ્ટરના હિન્દુ સમાજને તેમના દ્વારા નિયુક્ત તપાસમાં કોઇ વિશ્વાસ નથી. સર સોલ્સબીની આ તપાસ સામે લેસ્ટરના શ્રી બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, શ્રી ગીતા ભવન મંદિર, શ્રી હનુમાન મંદિર, શ્રી હિન્દુ મંદિર ઇસ્કોન, શ્રી જૈન સેન્ટર, શ્રી જલારામ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, રામ મંદિર, શ્રી સનાતન મંદિર, શ્રી શિવાલય મંદિર ટીએલબીએસ, શ્રી શક્તિ મંદિર, શ્રીજીધામ હવેલી, શ્રી સ્વામીનારાયણ મંદિર અને શ્રી વૃજધામ હવેલી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter