લેસ્ટરની ઘરેલુ હિંસા અને રેપ પીડિતાઓને વર્ષોથી ન્યાયની ઝંખના

પીડિતાઓને કેસની સુનાવણી માટે 7 વર્ષ રાહ જોવી પડતી હોવાની ચેરિટીની ચેતવણી

Tuesday 06th October 2026 10:41 EDT
 

લંડનઃ લેસ્ટરમાં ઘરેલુ હિંસા અને ગંભીર જાતીય હિંસાની પીડિતોને તેમના કેસની સુનાવણી શરૂ થાય તે માટે સાત - સાત વર્ષ રાહ જોવી પડી રહી હોવાની ચેતવણી લેસ્ટર, લેસ્ટરશાયર અને રૂટલેન્ડમાં પીડિતોને મદદ કરતી ફ્રીવા નામની ચૅરિટી સંસ્થા દ્વારા આપવામાં આવી છે.

ફ્રીવાની મુલાકાત દરમિયાન એટર્ની જનરલ એલી રીવ્સે જણાવ્યું હતું કે, કેટલીક પીડિતા સોમવારે સવારે અદાલતમાં સુનાવણી શરૂ થવાની અપેક્ષા સાથે પહોંચે છે પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમને જાણ થાય છે કે તેમનો કેસ આગળ વધી શકે તેમ નથી. જો તમે બળાત્કાર કે ગંભીર જાતીય હિંસાના પીડિત હોવ અને અદાલતમાં પહોંચ્યા પછી ખબર પડે કે તમારો કેસ ફ્લોટિંગ લિસ્ટમાં હોવાથી સુનાવણી માટે કોઈ જજ ઉપલબ્ધ નથી, તો તે અત્યંત આઘાતજનક બની શકે છે. અને ત્યારબાદ, ઘણીવાર પીડિતોએ કેસની નવી તારીખ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે.

ચૅરિટીના વડા સુકી કૌરે જણાવ્યું હતું કે લાંબી રાહ જોવાને કારણે કેટલીક પીડિતા આખરે પોતાના કેસ પડતા મૂકે છે પરંતુ લાંબા સમય સુધી રાહ જોવી પડે ત્યારે પીડિતાએ ફરીથી માનસિક આઘાતનો સામનો કરવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter