લેસ્ટરની ત્રણે એનએચએસ હોસ્પિટલમાં કર્મચારીઓ 10 દિવસ હડતાળ પાડશે

Tuesday 02nd April 2024 12:18 EDT
 

લંડનઃ યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર એનએચએસ ટ્રસ્ટના હેલ્થકેર આસિસ્ટન્ટ્સ દ્વારા 11 એપ્રિલથી 8 મે વચ્ચે 10 દિવસ હડતાળની જાહેરાત કરાઇ છે. જેના પગલે લેસ્ટરની 3 હોસ્પિટલો લેસ્ટર રોયલ ઇન્ફર્મરી, ગ્લેફિલ્ડ હોસ્પિટલ અને લેસ્ટર જનરલ હોસ્પિટલમાં કામગીરી ઠપ થશે. ત્રણે હોસ્પિટલના 94.5 ટકા કર્મચારીઓએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હતું. કર્મચારીઓની માગ છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ બેક પેની ઓફર પર નવો પ્રસ્તાવ આપે. હેલ્થકેર આસિસ્ટન્ટ્સ લોહી લેવાથી માંડીને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ જેવા ક્લિનિકલ કામ નિયમિત રીતે કરે છે તેથી તેમને આ કામ માટે યુએચએલના પે સ્કેલના બેન્ડ થ્રી પ્રમાણે વેતન ચૂકવાવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter