લંડનઃ લેસ્ટરમાં સ્થપાયેલી એક બનાવટી કંપની દ્વારા વિકલાંગ બાળકોને મદદ કરતી એક ચેરિટી સંસ્થાને હજારો પાઉન્ડનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. તેના કારણે ચેરિટી સંસ્થા આર્થિક સંકડામણ અનુભવી રહી છે. પ્લાયમાઉથ સ્થિત ચેરિટી સાઉથવે પ્લેકેર સાથે લેસ્ટર સ્થિત કંપની રેડ કાઇટ વ્હિકલ મિનિબસ લિમિટેડ દ્વારા મિનિબસ માટે 29000 પાઉન્ડની છેતરપિંડી કરાઇ હતી. આ કંપની બનાવટી હતી અને તેની રચના તેના જેવો જ બિઝનેસ ધરાવતી એક કંપનીના નામે કરાઇ હતી.