લંડનઃ લેસ્ટરના મુમતાઝ મેમ્બરની હત્યાનું રહસ્ય 10 વર્ષ પછી પણ અકબંધ રહેતાં પોલીસે માહિતી આપવા માટે નવેસરથી અપીલ કરી છે. ડિસેમ્બર 2015માં સ્ટોનીગેટના હોમફિલ્ડ એવન્યૂ ખાતેના મકાનમાં 56 વર્ષીય મુમતાઝ મેમ્બર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તપાસના તારણો પર પ્રોફેસર કેથેરાઇન મેસને જણાવ્યું હતું કે, મુમતાઝની ઘાતકી હત્યા કરાઇ હતી પરંતુ હત્યામાં વપરાયેલું હથિયાર આજ સુધી મળ્યું નથી. શરૂઆતના તબક્કામાં હત્યાની શંકાના આધારે મુમતાઝના પુત્રો મોહમ્મદ અને શફિક તથા શફિકની પત્ની ફાતિમાની ધરપકડ કરાઇ હતી પરંતુ પુરાવાના અભાવે બે મહિના બાદ તેમને મુક્ત કરી દેવાયાં હતાં. પોલીસને શંકા છે કે સ્થાનિક સમુદાયમાં કોઇને તો આ હત્યા અંગે જાણકારી હોવી જ જોઇએ.