લંડનઃ 1942માં મુંબઇથી ડરબન રવાના થયેલ પેસેન્જર-કાર્ગો જહાજ એસએસ તિલાવાએ જળસમાધિ લીધાની 83મી વરસી યુકેના લેસ્ટર ખાતે મનાવવામાં આવી હતી. 23 નવેમ્બર 1942ના રોજ જાપાનીઝ સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો થતાં આ જહાદ સેશેલ્સ નજીક ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં 280 પ્રવાસીના મોત થયાં હતાં જ્યારે 670 પ્રવાસીને બચાવી લેવાયાં હતાં.
હુમલાના 3 દિવસ પહેલાં એસએસ તિલાવા મુંબઇથી વાયા મોમ્બાસા, માપુતો થઇ ડરબન જવા રવાના થયું હતું. જહાજમાં મુખ્યત્વે ભારતીય સહિત 958 પ્રવાસી હતાં અને 60 ટન ચાંદી સહિત 6000 ટન માલસામાન લાદેલો હતો. આ દુર્ઘટનામાં બચી ગયેલા 88 વર્ષીય સરોલબેન પટેલ હાલ બરોડામાં રહે છે જ્યારે લેસ્ટરના ગાફેર અયુબ ઓસ્માન, સાઉથ લંડનના અરવિંદભાઇ જાની, અમેરિકાના ઓહાયોના તેજપ્રકાશ મંગત અને સાઉથ લંડનના મેરવિન મેસિયલ હજુ જિવિત છે.


