લંડનઃ લેસ્ટરમાં કાઉન્સિલ હાઉસિંગના મેનેજમેન્ટમાં ભારે ધાંધિયા ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જુલાઇમાં કરાયેલા ઇન્સ્પેક્શનમાં લેસ્ટર સિટી કાઉન્સિલની માલિકીની 70 ટકા પ્રોપર્ટીમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ટેસ્ટ કરાયાં ન હોવાનું જાણવા મળ્યું હતું. તે ઉપરાંત આ મકાનો કેટેગરી વન હેઝાર્ડ મુક્ત છે તેવા પુરાવા આપવામાં પણ કાઉન્સિલ નિષ્ફળ રહી હતી. ઇન્સ્પેક્ટરોના જણાવ્યા અનુસાર કાઉન્સિલ આ મકાનોના અસરકારક અને સમયસર રખરખાવમાં નબળી પૂરવાર થઇ છે.