લેસ્ટરમાં દારૂના નશામાં ચકચૂર પોસ્ટમેન મિતુલ પટેલ પર 3 વર્ષનો ડ્રાઇવિંગ પ્રતિબંધ

Tuesday 28th October 2025 09:59 EDT
 

લંડનઃ લેસ્ટરમાં દારૂના નશામાં ચકચૂર થઇ પોતાની વર્ક વાનને ઠોકી દેનાર 44 વર્ષીય પોસ્ટમેન મિતુલ પટેલ પર લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 3 વર્ષ સુધી વાહન ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિતુલ પટેલને 12 મહિના 200 કલાક સુધી વિના વેતને કામ કરવાનો કોમ્યુનિટી ઓર્ડર પણ જારી કરાયો છે. તે ઉપરાંત મિતુલ પટેલને 6 મહિના આલ્કોહોલ ટ્રીટમેન્ટ લેવાનો આદેશ અપાયો છે.

15 ઓગસ્ટના રોજ લેસ્ટરના નોર્થફિલ્ડસમાં વૂડગ્રીન રોડ પર મિતુલ પટેલે તેની વર્કવાન ઠોકી દીધી હતી. તે સમયે તે દારૂના નશામાં ચકચૂર હતો અને મર્યાદિત માત્રાથી પાંચ ગણો દારૂ પીધો હતો. પોલીસે તપાસ બાદ તેની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter