લેસ્ટરમાં દીવાળીની ઉજવણીનો ધમધમાટ શરૂ

Tuesday 17th October 2023 13:02 EDT
 
 

લંડનઃ લેસ્ટરમાં દીવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બેલગ્રેવ રોડ પર શુક્રવારે વિશાળ વ્હીલ ઓફ લાઇટને ખુલ્લું મૂકાયું હતું. આ વ્હીલ અહીં 12 નવેમ્બર, દીવાળીના દિવસ સુધી કાર્યરત રહેશે. આ વ્હીલમાં સવાર થનાર લોકો ગોલ્ડન માઇલ સુધીના વિસ્તારને જોઇ શકશે. આ પહેલાં યુકેના સંખ્યાબંધ શહેરોમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ રંગેચંગે ગરબામાં હિલોળાં લઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter