લંડનઃ લેસ્ટરમાં 24 જૂનના રોજ એક બીએમડબલ્યૂ કાર પલટી ખાઇ જતાં ડ્રાઇવ કરી રહેલો યુવક પોલીસથી બચવા ભાગ્યો હતો. તે દરમિયાન તેણે ચાલતા જઇ રહેલી ગુજરાતી મહિલા પર હુમલો કર્યો હતો. આ મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં યુવક પર હત્યાનો આરોપ ઘડાયો છે.
26 જૂનના રોજ લેસ્ટરના એલેસ્ટન રોડ પર પોલીસથી બચવા નાસી રહેલા માઇકલ યુવુમેકાની કાર પલટી ખાઇ ગઇ હતી. માઇકલ કારમાંથી નીકળીને લેસ્ટર રોયલ ઇન્ફર્મરી તરફ ભાગ્યો હતો અને તે દરમિયાન તેણે ચાલતા જઇ રહેલા નિલા પટેલ પર હુમલો કરતાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. નિલા પટેલને સારવાર માટે મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયાં હતાં જ્યાં 26 જૂને તેમનું નિધન થયું હતું. માઇકલને શનિવારે કોર્ટમાં હાજર કરી તેના પર હત્યાનો આરોપ ઘડાયો હતો.
માઇકલ પર જોખમી ડ્રાઇવિંગ, સપ્લાય કરવાના ઇરાદે ડ્રગ્સ રાખવા, ધરપકડ પછી પોલીસ અને ઇમર્જન્સી વર્કર પર હુમલો કરવાના આરોપ પણ ઘડાયાં છે.