લેસ્ટરમાં પૂજાના બહાને ઝવેરાત પડાવનાર ધૂતારાની પોલીસને તલાશ

Tuesday 21st November 2023 12:41 EST
 

લંડનઃ લેસ્ટરમાં એક મહિલાને દાગીનાની પૂજા કરી આપવાનો ઝાંસો આપીને ફરાર થઇ ગયેલા એક વ્યક્તિની પોલીસને તલાશ છે. આ વ્યક્તિ 60 વર્ષીય મહિલાને ન્યૂ પાર્ક એરિયામાં મળ્યો હતો અને તેણે વિવિધ વસ્તુઓની પૂજા કરતો હોવાનો દાવો કર્યો હતો. મહિલાએ આ વ્યક્તિને મૂલ્યવાન વસ્તુઓ પૂજા માટે આપી હતી અને આ વ્યક્તિ તે વસ્તુઓ સાથે ફરાર થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, 35 વર્ષનો આ વ્યક્તિ પોતાને વીર તરીકે ઓળખાવતો હતો. આ વ્યક્તિ સાથેની 3 મુલાકાતમાં મહિલાએ તેને ઝવેરાત ઉપરાંત રોકડ રકમ પણ આપી હતી. પોલીસે આ વ્યક્તિની ઓળખ માટે અપીલ જારી કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, લેસ્ટરમાં આ વ્યક્તિ અન્ય વ્યક્તિઓને પણ પોતાનો શિકાર બનાવે તેવી અમને ચિંતા છે. જો આ પ્રકારની કોઇ વ્યક્તિ મળે તો તેની જાણ પોલીસને કરવા અપીલ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter