લંડનઃ લેસ્ટરમાં 16 જાન્યુઆરી 2022ના રવિવારની પરોઢે સિટી સેન્ટરમાં નાઇટ આઉટ કરી ઘેર પરત ફરી રહેલી મહિલાનું અપહરણ કરનારા 3 અપરાધીને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 10-10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અજય ડોપ્પાલાપુડી, વહાર મનચલા અને કાણા યેલ્લામ્બાઇએ તેમની ઓડી કારમાં આ મહિલાનું અપહરણ કર્યું હતું. ત્રણેએ મહિલા પર હુમલો પણ કર્યો હતો. તપાસકર્તાઓએ સીસીટીવી ફૂટેજની મદદથી અપરાધીઓને શોધી કાઢ્યાં હતાં. ડોપ્પાલાપુડી અને યેલ્લામ્બાઇ પર મહિલા પર બળાત્કારના આરોપ પૂરવાર થયાં હતાં.

