લેસ્ટરમાં માતાના હત્યારા નપાવટ પુત્રની કેદની સજા કોર્ટ ઓફ અપીલે ઘટાડી

લેસ્ટર ક્રાઉન કોર્ટે સુદીપ સિંહને આજીવન કેદની સજા ફટકારી હતી

Tuesday 30th December 2025 09:25 EST
 
 

લંડનઃ પ્લાસ્ટિક બેગથી શ્વાસ રૂંધીને 76વર્ષીય માતાની હત્યા કરી બેક ગાર્ડનમાં દફનાવી દેવાના આરોપસર દોષી ઠરેલા લેસ્ટરના 49 વર્ષીય સુદીપ સિંહની આજીવન કેદની સજામાં કોર્ટ ઓફ અપીલે ઘટાડો કર્યો છે. 16 ડિસેમ્બર 2024ના રોજ લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા સુદીપને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

કોર્ટ ઓફ અપીલે સુદીપની સજા ઘટાડતા જણાવ્યું હતું કે, અગાઉના જજે સુદીપની ગંભીર માનસિક બીમારીની નોંધ લીધી નહોતી.

2013માં લગ્નમાં ભંગાણ અને 2020માં પિતાના મોત બાદ સુદીપ નિયમિત રીતે માતાની મુલાકાત લેતો હતો પરંતુ તેનો વ્યવહાર આક્રમક બની ગયો હતો. તે માતા પાસે પ્રોપર્ટી અને નાણાની વારંવાર માગ કરતો અને ધમકીઓ પણ આપતો હતો. જેના પગલે પોલીસે તેને માતાની પ્રોપર્ટીથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

મે 2024માં તેણે માતાની હત્યા કરી નાખી હતી અને ગાર્ડનમાં દફનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની બહેન આવી પહોંચી હતી. બહેને પોલીસને બોલાવતાં તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter