લંડનઃ લેસ્ટરમાં 13 ઓક્ટોબરના રોજ એક માર્ગ અકસ્માતમાં 80 વર્ષીય સરદાર જોગિન્દરસિંહનું નિધન થયું હતું. રોડ સ્વીપર દ્વારા સર્જાયેલા અકસ્માતમાં સરદાર જોગિન્દરસિંહને ગંભીર ઇજા પહોંચી હતી. હોસ્પિટલમાં થોડા કલાકની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. સરદાર જોગિન્દરસિંહના નિધનના કારણે ગુરુનાનક ગુરુદ્વારાના સભ્યો ઉંડા આઘાતમાં સરી પડ્યાં હતાં. સરદાર જોગિન્દરસિંહ આ ગુરુદ્વારના ફાઉન્ડિંગ મેમ્બર અને વાઇસ ચેરમેન રહી ચૂક્યાં હતાં.


