લંડનઃ લેસ્ટરમાં લેબર પાર્ટી ફરીથી સત્તામાં તો આવી છે પરંતુ તેના કાઉન્સિલરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વખતની ચૂંટણીમાં લેબર પાર્ટીને 31 બેઠક જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને 17 બેઠક મળી છે. લિબરલ ડેમોક્રેટ અને ગ્રીન પાર્ટીને 3 - 3 બેઠક પ્રાપ્ત થઇ છે.
લેસ્ટરમાં વિજેતા ભારતીય મૂળના ઉમેદવાર
હેમંત રાય ભાટિયા – કન્ઝર્વેટિવ પાર્ટી
શિતલ આડતિયા – કન્ઝર્વેટિવ પાર્ટી
યોગેશ ચૌહાણ – કન્ઝર્વેટિવ પાર્ટી,
જયંતિલાલ ગોપાલ – કન્ઝર્વેટિવ પાર્ટી
કુલવિન્દર સિંહ જોહલ – લેબર પાર્ટી
દીપક બજાજ – કન્ઝર્વેટિવ પાર્ટી
મનજિત કૌર સૈની – લેબર પાર્ટી
યુકેની કાઉન્સિલરની ચૂંટણીમાં પોરબંદરના 3 ઉમેદવાર ચૂંટાયા
ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ યુકેમાં ભારતીય લોકોનો દબદબો વધી રહ્યો છે. તાજેતરમાં યુ.કેમાં યોજાયેલી કાઉન્સીલરની ચુંટણીમાં પોરબંદરના 3 મહેર સમાજના લોકો ચુંટાઇ આવ્યા છે. બ્રિટનમાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ જામ્યો હતો.પોરબંદરના સંજયભાઈ મોઢવાડીયા,નાગાજણભાઈ આગઠ, અને ગીતાબેન કારાવદરા એ મ્યુનિસિપલની ચુંટણી જીતીને મેદાન માર્યું.


