લંડનઃ લેસ્ટરના ગ્રામીણ વિસ્તારમાં હિન્દુ અને શીખ સમુદાય માટેના સ્મશાનગૃહની યોજના માટે અપીલ લોન્ચ કરાઇ છે. એપ્રિલ 2025માં હારબરો ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દ્વારા આ યોજના નકારી કઢાઇ હતી. તે સમયે ઇસ્ટ સ્ક્રેપટોફ્ટમાં સ્મશાનગૃહ માટે અરજી કરાઇ હતી. કાઉન્સિલરોની પ્લાનિંગ મિટિંગમાં અરજી નકારી કઢાઇ હતી.
સત્તાવાળાઓએ એવું કારણ આપ્યું હતું કે, સ્થળ, વ્યાપ અને ડિઝાઇના કારણે આસપાસના વિસ્તારનો ચિતાર જ બદલાઇ જશે. તેનાથી નુકસાન વધુ અને લાભ ઓછો થશે. આની સામે અરજકર્તા સીડીએસ ગ્રુપે અપીલ કરી છે અને હવે પ્લાનિંગ ઇન્સ્પેક્ટર પબ્લિક ઇન્કવાયરીમાં કેસની સમીક્ષા કરશે.
યોજના અંતર્ગત 19મી સદીના ફાર્મ હાઉસના સ્થાને સ્મશાનગૃહ, ડાઇનિંગ હોલ અને કાર પાર્કિંગનું નિર્માણ કરવાનું હતું. અપીલના સમર્થનમાં 56 અને વિરોધમાં 35 લેટર્સ પ્રાપ્ત થયાં છે.


