લંડનઃ લેસ્ટરમાં 2,50,000 પાઉન્ડના કોકેન સાથે ઝડપાયેલા 63 વર્ષીય મોહમ્મદ ગનગતને આઠ વર્ષ કેદની સજા અપાઇ છે. 12 માર્ચના રોજ ક્લીવલેન્ડ પોલીસ અને નોર્થ ઇસ્ટ રિજિયોનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટના અધિકારીઓએ ગનગતના વાહનને અટકાવી તલાશી લેતાં તેમાંથી 2.5 કિલો કોકેન મળી આવ્યું હતું. જેની કિંમત 2,50,000 પાઉન્ડ જેટલી હતી. ટીસસાઇડ ક્રાઉન કોર્ટ દ્વારા તેને 3 જૂનના રોદ 8 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.