લંડનઃ લેસ્ટરશાયર કાઉન્સિલના ડેપ્યુટી લીડર અને એડલ્ટ સોશિયલ કેર માટેના કેબિનેટ લીડ મેમ્બર એવા રિફોર્મ યુકેના કાઉન્સિલર 22 વર્ષીય જોસેફ બોઆમને પદ પરથી હટાવી દેવાયા છે. આ માટે કોઇ સત્તાવાર કારણ અપાયું નથી પરંતુ એમ માનવામાં આવે છે કે કાઉન્સિલના રિફોર્મ લીડર ડેન હેરિસન સાથે મતભેદોને કારણે જોસેફને હટાવી દેવાયા છે. નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના વ્હિટવિકના કાઉન્સિલર બોઆમે જણાવ્યું હતું કે, હું મારી કાઉન્સિલર તરીકેની કામગીરી જારી રાખીશ. નાઇજલ ફરાજને આગામી વડાપ્રધાન બનાવવા માટે કામ કરતો રહીશ.


