લંડનઃ લેસ્ટરશાયરના લોઘબરોના સમીર ભાટિયાને BAFTA ના સભ્ય તરીકે નિયુક્ત અપાઇ છે. સમીર ભાટિયા છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યાં છે. તેઓ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે તે ઉપરાંત કોસ્ચ્યુમ ડિઝાઇનર, પ્રોડ્યુસર અને મ્યુઝિકલ થિયેટર ડિરેક્ટર તરીકે પણ કામ કરે છે. 3 વાર પ્રયાસ કર્યા બાદ સમીરને BAFTA માં પ્રવેશ મેળવવામાં સફળતા મળી છે. તેઓ કહે છે કે BAFTA માં તમારી જાતને સક્ષમ પૂરવાર કરવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબો અનુભવ હોવો જરૂરી છે.

