ભારતમાં રખડતી ગાયોનો ત્રાસ ઘણો છે, પણ અહિં એવું નથી. પરંતુ એન્જીનીયર જ્હોન વેઇલર હેમ્પશાયરના બ્રોકનહર્સ્ટથી પસાર થતા હતા ત્યારે તેમને ગળામાં સાયકલ સાથે ફરતી ગાય મળી ગઇ હતી. તસવીરમાં જણાય છે તે ગાયના ગળામાં સાયકક ક્યાંથી આવી તે તો ખબર નથી. પણ સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી. બીજી તરફ જ્હોને સ્થાનિક સ્તરે કામ કરતી 'ફોરેસ્ટ એજીસ્ટર સોસાયટી' નામની પોનીનો ઉછેર કરતી સંસ્થાને જાણ કરતા તેના વોલંટીયર્સ પણ દોડી આવ્યા હતા અને ગાયને મુક્ત કરાવી હતી. ગાયને થતું હશે કે આ 'બે પૈડાની સાયકલ કરતા તેના ચાર પગ વધુ સારા, મારા ભાઇ'.