લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપની ૫૬ બેન્કશાખા બંધ કરાશે

Wednesday 05th February 2020 05:09 EST
 
 

લંડનઃ લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપની હોલિફેક્સ, બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને લોઈડ્ઝ બેન્કોની ૫૬ શાખાઓ બંધ કરાઈ રહી છે. બેન્કિંગ જાયન્ટે સમર્થન આપતા જણાવ્યું છે કે એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૦ના ગાળામાં લોઈડ્ઝની ૩૧, હેલિફેક્સની ૧૦ અને બેન્ક ઓફ સ્કોટલેન્ડની ૧૫ શાખા બંધ કરી દેવાશે.

લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપે જણાવ્યું છે કે તેઓ સમગ્ર યુકેમાં ૫૬ બેન્કશાખા બંધ કરી રહ્યા છે. ગ્રાહકોની બદલાઈ રહેલી વર્તણૂંક અને બેન્કશાખાઓમાં ઘટેલા વ્યવહારો તેમજ માત્ર ઓનલાઈન બેન્કિંગ પર આધાર રાખતા કસ્ટમર્સની સંખ્યા વધવાના કારણે આવો નિર્ણય લેવાયો હોવાનું પણ ગ્રૂપે જણાવ્યું છે. લોઈડ્ઝની ૩૧, હેલિફેક્સની ૧૦ અને બેન્ક ઓફ સ્કોટલેન્ડની ૧૫ શાખા એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૦ના ગાળામાં બંધ થશે.

બેન્કિંગ યુનિયન એકોર્ડે જણાવ્યું છે કે આ પગલાંના કારણે ૮૦થી ઓછાં કર્મચારીનો કાપ મૂકાશે કારણકે મોટા ભાગના કર્મચારીઓની અન્ય શાખાઓમાં બદલી કરાનાર છે. હાઈ સ્ટ્રીટ બ્રાન્ચ બેન્કિંગમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી ગ્રૂપે તેનો ક્લોઝર પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે જેની અસર ૨૦૧૯માં લોઈડ્ઝ અને હેલિફેક્સની શાખાઓને થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter