લંડનઃ લોકડાઉન વચ્ચે ઈસ્ટ યોર્કશાયરના હુલ ખાતે ગૂડ ફ્રાઇડેની રાત્રીએ ડિજે સાથે પાર્ટી યોજાઈ હતી. ઈસ્ટર વીકએન્ડમાં યોજાયેલી આ પાર્ટીની જાણ થતાં પોલીસ પહોંચી હતી. જોકે વિસ્તારના નાગરિકો પોતાના ઘરોની બહાર સોશીયલ ડિસ્ટન્સીંગ (સામાજીક અંતર) રાખીને સરકારની ગાઇડલાઇન અનુસરીને પાર્ટી કરી રહ્યા હોવાથી પોલીસે પાર્ટી અટકાવી નહોતી
. પ્રાઇમરી સ્કૂલ શિક્ષક અને પાર્ટ ટાઇમ ડીજે ક્રિસ માર્શલ દ્વારા એનએચએસ કર્મીઓને વધાવવા આ સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરાયું હતું. ક્રિસ માર્શલે કહ્યું હતું કે આ એક મેન્ટલ પાર્ટી હતી, ઘરની બહાર પાર્ટી શરૂ કરી અને બીજા લોકો પોતાના ઘરોની બહાર આવીને જોડાયા હતા.