લોકડાઉનમાં ઘરની બહાર ક્યારે જઈ શકો?

Wednesday 06th January 2021 06:22 EST
 

લંડનઃ તમે યોગ્ય, વાજબી અથવા તાકીદનું કાર્ય ન હોય તેવાં સંજોગોમાં ઘરના બહાર જઈ શકતા નથી. ઘરની બહાર જવા માટે તમારી પાસે પાંચ યોગ્ય કારણ અથવા વાજબી ગણાય તેવા કારણો હોવાં આવશ્યક છે. આ વિના ઘરની બહાર નીકળશો તો પોલીસ તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે.

• વર્કઃ તમે ઘરમાં રહી નોકરીને લગતું કામ કરી શકતા ન હો તો તમે ઘરની બહાર જઈ શકો છો.

• સ્વયંસેવક બનવાઃ સ્વૈચ્છિક અથવા ચેરિટેબલ સેવાઓ આપવા માટે પણ ઘરની બહાર જઈ શકશો.

• આવશ્યક પ્રવૃત્તિઓઃ તમે દુકાનોમાંથી ચીજવસ્તુઓની ખરીદી કરવા અથવા સેવા પ્રાપ્ત કરવા ઘરની બહાર જઈ શકો છો. આ ઉપરાંત, અક્ષમ અથવા નિરાધાર વ્યક્તિ અથવા એકાંતવાસ સેવતી વ્યક્તિના વતી પણ કામકાજ કરવા ઘરની બહાર જઈ શકો છો.

• શિક્ષણ અને ચાઈલ્ડકેરઃ તમે એજ્યુકેશન, રજિસ્ટર્ડ ચાઈલ્ડકેર તેમજ બાળકો હાજરી આપી શકે તેવી દેખરેખ હેઠળની બાળપ્રવૃત્તિઓ માટે પણ ઘરની બહાર જઈ શકો છો.

• અન્યો સાથે મેળમિલાપ અને સારસંભાળઃ તમે તમારા સપોર્ટ બબલમાં (જો કાનૂની પરવાનગી સાથે સપોર્ટ બબલ હોય) કોઈ વ્યક્તિની મુલાકાત, ચાઈલ્ડકેર બબલ (જેથી પેરન્ટ્સ કામે જઈ શકતા હોય)ના હિસ્સારુપે ૧૪ વર્ષથી ઓછી વયના બાળકોને બાળસંભાળ પૂરી પાડવાની હોય, અક્ષમ અથવા અસલામત-નિરાધાર લોકોને સારસંભાળ પૂરી પાડવાની હોય તો પણ તમે ઘરની બહાર જઈ શકો છો.

• કસરતઃ તમે દિવસમાં એક જ વખત એકલા, અન્ય એક વ્યક્તિ સાથે અથવા તમારા પરિવાર અથવા સપોર્ટ બબલ સાથે કસરત ચાલુ રાખી શકો છો. જોકે, તમારા સ્થાનિક વિસ્તારની બહાર જઈ શકશો નહિ.

• તબીબી કારણોસરઃ તમે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવા, મેડિકલ એપોઈન્ટમેન્ટ્સ માટે અને ઈમર્જન્સીઝ સહિત તબીબી કારણોસર ઘરની બહાર જઈ શકો છો.

• નુકસાન અને કરુણાસભર મુલાકાતોઃ તમે કોઈ જન્મ આપતું હોય, ઈજા ટાળવા, અથવા બીમારી અથવા નુકસાનનાં જોખમ (જેમ કે ડોમેસ્ટિક એબ્યુઝ)માંથી નાસી છૂટવા માટે પણ ઘરની બહાર જઈ શકો છો.

કોઈ વ્યક્તિ મરણપથારીએ હોય અથવા કેર હોમમાં હોય ( જો કેર હોમ ગાઈડન્સ હેઠળ મંજૂરી મળતી હોય), હોસ્પાઈસ અથવા હોસ્પિટલ અથવા કોઈની સાથે મેડિકલ એપોઈન્ટમેન્ટ માટે જવાનું થાય તો પણ તમે ઘરની બહાર જઈ શકશો.

• પ્રાણી કલ્યાણના કારણોઃ તમે પ્રાણી કલ્યાણના કારણોસર ઘરની બહાર જઈ શકશો જેમાં, પ્રાણીની વેટરનરી સારવાર અથવા સલાહ મેળવવાનો સમાવેશ થાય છે.

• ધાર્મિક પૂજા-પ્રાર્થના અને લાઈફ ઈવેન્ટ્સઃ તમે સામુદાયિક ધાર્મિક પૂજા-પ્રાર્થના, અંતિમ સંસ્કાર અથવા મૃત્યુ સંબંધિત પ્રસંગ, દફનસ્થળ- કબ્રસ્તાન, રીમેમ્બરન્સ ગાર્ડનની મુલાકાત અથવા લગ્ન સમારંભમાં હાજરી આપવા ઘરની બહાર જઈ શકો છો. આ સિવાય પણ યોગ્ય કારણોમાં કાયદાકીય જવાબદારીઓ નિભાવવા, વસવાટની પ્રોપર્ટી ખરીદવા, વેચવા, ભાડે આપવા કે ભાડે લેવા સંબંધિત કામગીરી માટે અથવા કોઈ ચૂંટણી કે રેફરન્ડમમાં મતદાત કરવાનું આવશ્યક હોય તે સંજોગોમાં ઘરની બહાર નીકળવાનો સમાવેશ થાય છે.

• પ્રથમ નિયમભંગ બદલ ૨૦૦ પાઉન્ડની ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ ઈસ્યુ કરાશે અને વધુ અપરાધ માટે દંડનીય રકમ બમણી થશે અને મહત્તમ ૬,૪૦૦ પાઉન્ડનો દંડ થઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter