લંડનઃ ઈંગ્લેન્ડમાં લોકડાઉન હળવું કરવાના રોડમેપ હેઠળ લોકોને મોટા પાયે અપાનારી છૂટછાટ જાહેર કરવામાં આવી છે. જોકે, વડા પ્રધાન જ્હોન્સને સંપૂર્ણ લોકડાઉન ઉઠાવી લેવાની કોઈ ઉતાવળ નહિ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી છે. ૧૭ મેથી અપાયેલી છૂટછાટ આ મુજબની છેઃ
• સામાજિક સંપર્કમાં વધારા સાથે ૩૦ વ્યક્તિના જૂથમાં બહાર મુલાકાતો થઈ શકશે • ૬ વ્યક્તિ અથવા બે પરિવારો ઘરની અંદર પણ મળી શકશે. રુલ ઓફ સિક્સ યથાવત રહેશે • ટ્રાફિક લાઈટ સિસ્ટમ હેઠળ વિદેશમાં રજાઓ ગાળવાની છૂટ • તમારા ઘર-પરિવાર અથવા સપોર્ટ બબલમાં ના હોય તેમની સાથે બહાર રાત્રિરોકાણ કરી શકાશે • મિત્રો અને પરિવાર સાથે વધુ સંપર્ક કરી શકાશે • રેસ્ટોરાં, કાફેઝ અને પબ્સમાં ઈનડોર સર્વિસ મળશે. જોકે, રુલ ઓફ સિક્સ યથાવત. સર્વિસ ટેબલ પર આપવાની રહેશે. દુકાનો, પબ્સ અને રેસ્ટોરાંમાં એક મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. • સિનેમા, થિયેટર, સોફ્ટ પ્લે સેન્ટર્સ અને મ્યુઝિયમ્સ ખુલ્લાં થશે • હોટેલ્સ અને B&B (બેડ એન્ડ બ્રેકફાસ્ટ) ખુલ્લાં થશે • ઈનડોર ગ્રૂપ સ્પોર્ટ્સ/ એક્સરસાઈઝ ક્લાસીસ ફરી શરુ કરાશે • ફ્યુનરલ્સમાં શોકાતુરો પરની મર્યાદા ઉઠાવી લેવાઈ. સ્થળની ક્ષમતાના આધારે સંખ્યાકીય મર્યાદા લાગશે • લગ્ન સમારંભમાં ૩૦ વ્યક્તિ હાજર રહી શકશે. જોકે, ડાન્સિંગની છૂટ નહિ મળે • થિયેટર, પરફોર્મન્સીસ અને ઈનડોર સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, બિઝનેસ કોન્ફરન્સમાં ૧,૦૦૦ વ્યક્તિ સુધી હાજરીની છૂટ મળશે • આઉટડોર સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ અને પરફોર્મન્સીસમાં ૪૦૦૦ની ક્ષમતામાં અડધી બેઠકો સુધી ભરી શકાશે. • સૌથી મોટા આઉટડોર સ્થળોએ બેઠકો સાથેના ઈવેન્ટ્સમાં ૧૦,૦૦૦ વ્યક્તિ માટે છૂટ મળશે • કેર હોમ્સના નિવાસીઓને નોંધણી કરાયેલા પાંચ મુલાકાતીઓ મળી શકશે • યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રુબરુ શિક્ષણ માટે કેમ્પસમાં જઈ શકશે • સેકન્ડરી સ્કૂલ્સના વિદ્યાર્થીઓને ક્લાસ રુમ્સ અને કોરિડોર્સમાં માસ્ક પહેરવામાં મુક્તિ