લોકો આકરા ઓટમ બજેટ માટે તૈયાર રહેઃ ચાન્સેલર હિલીની ચેતવણી

Wednesday 21st October 2026 06:10 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જ્હોન હિલીએ ચેતવણી આપી છે કે વર્તમાન વૈશ્વિક અરાજકતાના લીધે પબ્લિક ફાઈનાન્સની હાલત ખરાબ છે ત્યારે બ્રિટિશ પ્રજાએ કડક ઓટમ બજેટ માટે તૈયાર રહેવું જોઈશે અને સરકારી વિભાગોએ દેશ સમક્ષના ફાળવેલા બજેટમાંથી પોતાની કામગીરી કરવાની રહેશે.

થાઈલેન્ડના બેંગકોકમાં IMF ની મીટિંગમાં હાજરી આપવા ગયેલા ચાન્સેલરે જણાવ્યું હતું કે આગામી બે સપ્તાહમાં રજૂ કરાનારા બજેટમાં ડોક્ટર્સ અને નર્સીસ માટે વેતનવધારાને આવરી લેવા સરકારી વિભાગોને વધારાની રકમો મળી શકશે નહિ. ચાન્સેલરે બીબીસી દ્વારા કરાયેલા કોમન્સમાં ફિસ્કલ સ્ટેટમેન્ટ કડક અથવા કરકસરનું બજેટ હશે તેવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે આ સમય ખરાબ છે. લોકો વૈશ્વિક આર્થિક સંઘર્ષો નિહાળી શકે છે, તેનાથી તેમના પર અને સરકાર પર દબાણ આવતું હોવાનું પણ જાણે છે. ડોક્ટર્સ અને નર્સીસ જેવા વર્કર્સને વેતનવધારો આપવાનો હોવાથી સરકારી વિભાગોને વધુ રકમો ફાળવી શકાશે નહિ, ફાળવેલા બજેટમાંથી કામ ચલાવવું પડશે. કહેવાય છે કે હેલ્થ સેક્રેટરી ઈવેટ કૂપર દ્વારા નર્સીસ માટે વેતનવધારાના ખર્ચને પહોંચી વળવા વધુ રકમની માગણી કરી હતી, પરંતુ ચાન્સેલર અને પ્રાઈમ મિનિસ્ટરે આની જોગવાઈ NHS ના વર્તમાન બજેટમાંથી જ કરવા જણાવ્યું હતું.

ચાન્સેલર હિલી અને પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામ 28 ઓક્ટોબરના બજેટ પહેલા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમણે ઈરાન સાથે અમેરિકાના યુદ્ધના કારણે વધી ગયેલી કિંમતોમાં મદદ કરવા પરિવારો અને બિઝનેસીસને ખાતરી આપેલી છે. બીજી તરફ, વધેલો ફૂગાવો સરકારની ખર્ચશક્તિ અને કરજ લેવાની શક્તિ ઘટાડી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter