લંડન
વોલશોલમાં એક શિખ વૃદ્ધ પર હુમલો કરી તેમની પાઘડી ઉછાળવાની ઘટનાએ સમુદાયમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરાવી હતી પરંતુ જે રીતે શિખ વૃદ્ધ તે વ્યક્તિનો સામનો કર્યો તેની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ બની રહેલી વીડિયો ક્લિપમાં એક શર્ટલેસ વ્યક્તિએ પાવડા વડે શિખ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. તેણે વૃદ્ધને મુક્કા મારી તેમની પાઘડી ઉછાળી દીધી હતી. શિખોમાં પાઘડી અત્યંત મહત્વનું ધાર્મિક પ્રતિક ગણાય છે. હુમલા બાદ શિખ સમુદાયના લોકો એકઠાં થઇ ગયાં હતાં અને હુમલાખોરને પાઠ ભણાવી માફીની માગ કરી હતી. હુમલાખોરે માફી માગતા કહ્યું હતું કે શિખની પાઘડી ઉછાળવા માટે હું માફી માગું છું અને ફરી ક્યારેય આવું નહીં કરું.

