લોકોને કયા રંગની કાર વધુ ગમે છે?

Friday 14th October 2016 10:11 EDT
 
 

લંડનઃ યુકેના માર્ગો પર અલગ અલગ રંગની આશરે ૩૦ મિલિયન કાર દોડે છે પરંતુ કારનો સૌથી સામાન્ય રંગ કયો હશે તેની જાણ તમને છે? તમને કદાચ એમ લાગે કે લાલ અથવા બ્લેક રંગની કાર સૌથી વધુ વપરાય છે તો તમે સાચા નથી. DVLAના ૨૦૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નવા ડેટા અનુસાર ટોપ ટેનની યાદીમાં બ્રાઉન, બ્લેક, બ્લુ અને બેજ રંગની કાર સૌથી વધુ લોકપ્રિય છે.

જોકે, લોકોને લીલા રંગની કાર ઓછી રસંદ છે. આ વર્ષે જ આ યાદીમાં ૮૪ ટકા લોકપ્રિયતા સાથે બ્રાઉન કલરનો ઉમેરો થયો છે.

દેશમાં ૩૦,૪૫૯,૪૫૬ લાયસન્સ્ડ કાર છે, તેમાંથી સૌથી વધુ સિલ્વર/એલ્યુમિનિયમ રંગની કાર ૬,૮૪૧,૩૧૫ની સંખ્યા સાથે પ્રથમ ક્રમે છે. ટોપ ટેનની યાદીમાં આ પછીના ક્રમે, બ્લેક (૫,૯૧૫,૫૨૭), બ્લુ (૫,૬૮૯,૫૧૬), ગ્રે (૩,૭૧૦,૯૬૫), રેડ (૩,૨૩૭,૩૨૬), વ્હાઈટ (૨,૮૩૩,૦૮૪), ગ્રીન (૧,૦૬૬,૪૯૬), બેજ/બફ (૨૩૫,૬૮૩), યલો (૧૭૨,૨૯૭) અને બ્રાઉન (૧૬૯,૬૫૬) કાર આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter