લોન ફ્રોડ માટે ભારતીય રેસ્ટોરન્ટના માલિક ઝમન શાને 36 સપ્તાહની કેદ

Tuesday 05th March 2024 11:36 EST
 

લંડનઃ સધર્ન ઇંગ્લેન્ડના સેલિસબરીમાં ચટનીસ ઇન્ડિયન ટેકઅવે ફૂડ રેસ્ટોરન્ટના માલિક ઝમન શાને બ્રિટિશ સરકારની કોવિડ બાઉન્સ બેક લોનનો દુરુપયોગ કરવા માટે 36 સપ્તાહ કેદની સજા અપાઇ છે. તે ઉપરાંત ઝમન શાને કંપનીના ડિરેક્ટર પદે બે વર્ષ માટે પ્રતિબંધિત કરાયા છે. ઝમન શાની શા વેન્ચર કંપની આ રેસ્ટોરન્ટનું સંચાલન કરે છે.

53 વર્ષીય ઝમન શાએ પોતાના બિઝનેસને ડિઝોલ્વ કરવાની અરજી કરીને આ લોન પ્રાપ્ત કરી હતી પરંતુ આ પહેલાંના 3 મહિના તેમનો બિઝનેસ જારી હતો. વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા શાને 36 સપ્તાહ કેદની સજા અપાઇ છે જો કે આ સજાને આકરી શરતો સાથે સસ્પેન્ડ રખાઇ છે.

યુકે ઇન્સોલ્વન્સી સર્વિસના ચીફ ઇન્વેસ્ટિગેટર પેટ ફુલહામે જણાવ્યું હતું કે ઝમન શાએ અંગત લાભ માટે નેશનલ ઇમર્જન્સી દરમિયાન બિઝનેસને મદદ કરવા સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાનો દુરુપયોગ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter