લંડનઃ ઇસા બ્રધર્સના ઇજી ગ્રુપે દેવાની ભરપાઇ માટે તમામ 218 કેએફસી રેસ્ટોરન્ટ વેચવાનો નિર્ણય કર્યો છે. ઇજીના સહસ્થાપકો ઝુબેર ઇસા અને મોહસીન ઇસાએ જણાવ્યું હતું કે, આ સોદાના કારણે અમને અમારી કેટલીક લોન ભરપાઇ કરવામાં મદદ મળશે. કેએફસીએ જાહેરાત કરી છે કે સુપર માર્કેટ અસદાની સિસ્ટર કંપની અને ફ્રેન્ચાઇઝીની માલિકીની 218 રેસ્ટોરન્ટ અમે ખરીદી રહ્યાં છીએ. અમે યુકે અને આયર્લેન્ડમાં આવેલી રેસ્ટોરન્ટો ખરીદી રહ્યાં છીએ જેમાં 7800 કર્મચારી કામ કરે છે. આ 218માંથી પ0 ટકા રેસ્ટોરન્ટ ડ્રાઇવ થ્રુ લોકેશન છે. કેએફસીના ડિવિઝન ચીફ એક્ઝિક્યુટિવ સાબિર સામીએ જણાવ્યું હતું કે, કેએફસીનો બિઝનેસ યુમ માટે પાવર હાઉસ છે અને યુકે તથા આર્યર્લેન્ડ અમારા સૌથી મજબૂત માર્કેટ પૈકીના એક છે.

