લોન વુલ્ફ ટેરરિઝમઃ બ્રિટનની સુરક્ષા માટે સૌથી વધુ ચિંતાજનક

Saturday 25th March 2017 06:42 EDT
 
 

લંડનઃ છેલ્લા ત્રણ વર્ષોમાં બ્રિટનની ગુપ્તચર એજન્સીઓ ૧૨ આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે, પરંતુ ૧૩મો પ્રયાસ તેઓ અટકાવી શકી નહોતી. વર્ષ ૨૦૦૫માં થયેલા લંડન હુમલા પછી ગુપ્તચર એજન્સીઓ સતત આતંકવાદી હુમલાના પ્રયાસ અંગે એલર્ટ જાહેર કરતી રહી હતી. પરંતુ ૨૨ માર્ચે આખરે આતંકવાદી પોતાના મકસદમાં સફળ થયા હતા. એજન્સીઓને પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આતંકવાદી હુમલો કરનારો એકલો હતો અને કોઈ નેટવર્ક સાથે જોડાયેલો ન હતો. જોકે જે રીતે હુમલો કરાયો તેનાથી તેમને એવી આશંકા છે કે હુમલાખોરે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાંથી પ્રેરણા લઈને હુમલો કર્યો છે.

લંડનમાં આતંકવાદી હુમલા

૫ ડિસેમ્બર ૨૦૧૫ઃ આઈએસના પ્રભાવમાં આવેલા ટેક્ષી ડ્રાઇવરે એક પ્રવાસીનું માથું વાઢી નાંખવાનો પ્રયાસ કર્યો. આ ઘટના લંડનના અંડરગ્રાઉન્ડ લેટોન્સેટોન સ્ટેશન પર થઈ હતી. આ ઘટના પહેલાં બ્રિટીશ સંસદે એરફોર્સને આઈએસની છાવણી પર હવાઈ હુમલો કરવા મંજૂરી આપી હતી.

૨૨ મે ૨૦૧૩ઃ અલ કાયદાથી પ્રબાવિત બ્રિટનમાં જન્મેલા બે આતંકવાદીઓએ શહેરના ભીડભરેલા રસ્તા પર એક સૈનિકની હત્યા કરી

જૂન ૨૦૦૭ઃ બે લોકોએ ગ્લાસગો એરપોર્ટ પર ટર્મિનલ પર જીપ સાથે ઘૂસી જઈ તેને આગ ચાંપી હતી.

જુલાઈ ૨૦૦૫ઃઆ સદીના સૌથી મોટા આતંકવાદી હુમલામાં અલકાયદાના ૪ આતંકવાદીઓએ ૩ અંડરગ્રાઉન્ડ ટ્રેનો અને એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૫૨ લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં બ્રિટનમાં જન્મેલા ત્રણ પાકિસ્તાની હતા. જ્યારે એક જમૈકાનો રહેવાસી હતો.

લોન વુલ્ફ એટેક

એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલા કરે છે ત્યારે તે નુકસાન વધુ કરતો હોય ચે. તેને લોન વુલ્ફ એટેકર કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એકલો હુમલો કનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો ચર્ચામાં રહ્યો છે. આ પ્રકારના હુમલા રોકવા મુશ્કેલ છે કેમ કે એવા લોકોને ઓળખવા મુશ્કેલ હોય છે. આ કારણથી આ પ્રકારનો આંતકવાદ વધુ ભયભીત કરનારો બની રહ્યો છે. આઇએસ જેવા સંગઠનો હુમલાખોરોના મગજમાં એટલી હદે નફરત પેદા કરે છે કે તે બધું જ ભૂલી જઈને બસ લોકોને મારી નાખવા માટે તત્પર થઈ જતો હોય છે. આ પ્રકારના લોકોને સોશ્યલ મિડિયા અને જોક્સથી પણ ભડકાવી શકાય છે. તેના મગજને એ હદે બદલી કઢાતું હોય છે કે તે આત્મઘાતી હુમલાખોર બનવા તૈયાર થઈ જતો હોય છે.

આ દેશોની સંસદ પર પણ આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે

૧૩ ડિસેમ્બર ૨૦૦૧ઃ ભારતીય સંસદ પર લશ્કર અને જૈસે મોહંમદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા, જ્યારે હુમલાખોર તમામ ૫ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

૨૨ ઓક્ટોબર ૨૦૧૪ઃ કેનેડામાં ઓટાવા સ્થિત કેનેડિયન સંસદ ભવર ઉપર એક અજ્ઞાત બંદૂકધારીએ હુમલો કર્યો હતો. હુમલામાં એક સુરક્ષાકર્મી સહિત બેના મોત થયા હતા. એક બંદૂકધારી આતંકવાદી પણ માર્યો ગયો હતો. હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં આતંકવાદીઓ તેમાં હાજર હતા.

૨૪ મે ૨૦૧૪ઃ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં ૧૦ લાકોના મોત થયા હતા. જ્યારે હુમલો થયો ત્યારે સંસદમાં સાંસદોની બેઠક ચાલતી હતી.

૨૨ જુન ૨૦૧૫ઃ અફઘાનિસ્તાનની સંસદ પર ૭ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સંસદમાં અને સંસદના પરિસરમાં ૯ વિસ્ફોટ થયા હતા. સુરક્ષા દળે તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

૨૮ માર્ચ ૨૦૧૬ઃ કાબૂલના નવા સંસદભવન પર રોકેટથી હુમલો કરાયો હતો. સંસદ પર હુમલો અફઘાનિસ્તાનની સરકારને પડકાર ફેંકવા માટે કરાયો હતો. હુમલાના સમયે તમામ સાંસદ અંદર હતા. અફઘાનની સંસદ ભારતના સહયોગથી બની છે.

યુરોપમાં ગયા વર્ષે થયેલા મોટા આતંકવાદી હુમલા

• ૨૨ માર્ચ બ્રસેલ્સ બેલ્જિયમ ૩૫ આઇએસનો આત્મઘાતી હુમલો

• ૧૫ જુલાઈ નીસે ફ્રાન્સ ૮૮ આતંકવાદીએ ભીડ પર ટ્રક ચલાવી દીધો

• ૨૨ જુલાઈ મ્યુનીચ જર્મની ૯ આતંકીએ ગોળીબાર કર્યા.

• ૨૦ ડિસેમ્બર બર્લિન જર્મની બજારમાં ૧૨ લોકોને ટ્રક હેઠળ કચડી માર્યા

કેટલા લોન વુલ્ફ એટેક?

વર્ષ હુમલા

૧૯૫૦નો દાયકો ૨

૧૯૬૦નો દાયકો ૫

૧૯૭૦નો દાયકો ૭

૧૯૮૦નો દાયકો ૭

૧૯૯૦નો દાયકો ૧૫

૨૦૦૦નો દાયકો ૨૩

૨૦૧૦નો દાયકો ૩૯થી વધુ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter