લંડનઃ ગ્રેજ્યુએટ થયાના પાંચ વર્ષ પછી પણ પાંચમાંથી બે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લોનની પરત ચૂકવણી શરૂ કરી ન શકે તેટલું ઓછું કમાતા હોય છે. થીંક ટેંક ઓનવર્ડના અભ્યાસ મુજબ ક્રિએટિવ આર્ટ્સના કોર્સમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને હજુ પણ એટલું ઓછું વેતન મળે છે કે તેઓ લોનની પરત ચૂકવણી શરૂ કરી શકતા નથી.
ગ્રેજ્યુએટ જ્યારે ૨૫,૦૦૦ પાઉન્ડ કમાવાનું શરૂ કરે તે પછી આ ચૂકવણી શરૂ થાય છે. એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયેલાં વિદ્યાર્થીઓની સ્થિતિ પણ આવી જ છે. દસ વર્ષ પછી તેમનો મધ્યમ પગાર ૨૪,૩૦૦ પાઉન્ડ જ્યારે ક્રિએટિવ આર્ટ્સના ગ્રેજ્યુએટનો પગાર ૨૩,૨૦૦ પાઉન્ડ હોય છે.


